હળવદના જુના દેવળીયા ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી
માળીયા (મી)ના ખાખરેચી ગામે ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
SHARE









માળીયા (મી)ના ખાખરેચી ગામે ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતો યુવાન બે વર્ષ અગાઉ ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે લીધેલ ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા ધોકા વડે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને માર મારવામાં આવ્યો હતો આટલું જ નહીં તેની વેલ્ડીંગની દુકાનની બહાર પડેલ સર સામાન બળજબરીથી લઈ જવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના ખાખરેચી ગામે ખાદી વસાહત પ્લોટ વિસ્તારમાં રહેતા રમજાનભાઈ અબ્દુલભાઈ લધાણી (36)એ હાલમાં માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ પોપટભાઈ શિયાળ, વિજયભાઈ પોપટભાઈ શિયાળ, નવઘણભાઈ છેલાભાઈ શિયાળ અને દિનેશભાઈ છેલાભાઈ શિયાળ રહે. ચારેય ખાખરેચી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ખાખરેચી ગામે કબ્રસ્તાન પાસે તેની વેલ્ડીંગની દુકાન આવેલ છે ત્યાં ફરિયાદી યુવાન હાજર હતો ત્યારે બે વર્ષ પહેલા ફરિયાદી ગોપાલભાઈ શિયાળને ત્યાં ડ્રાઇવિંગ કરતો હોય તે સમયના ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતનો ખાર રાખીને ચારેય શખ્સો તેની દુકાન પાસે લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને ફરિયાદીને હાથે પગે અને શરીરે ચારેય શખ્સોએ ધોકા વડે મારમારીને ઇજા કરી હતી અને તેની દુકાન પાસે પડેલ વેલ્ડીંગનો સર સામાન બળજબરીથી લઈ ગયેલ હતા જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મહિલા સારવારમાં
મોરબીમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતા રેખાબેન સંજયભાઈ (57) નામના મહિલા ઋષભનગરમાં ચબૂતરા પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કરણસર બાઈકમાંથી પડી જતા તેને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
