મોરબીના લાલપર પાસે વાડામાં ગળાફાંસો ખાઈ ગયેલ વૃદ્ધ સારવારમાં
SHARE









મોરબીના લાલપર પાસે વાડામાં ગળાફાંસો ખાઈ ગયેલ વૃદ્ધ સારવારમાં
મોરબીના લાલપર ગામ પાસે આવેલ વાડામાં કોઈ કારણોસર વૃદ્ધે ગળાફાંસો ખાતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ઉટબેટ (સા) ગામે રહેતા રતિલાલ ભાણજીભાઈ પરમાર (59) નામના વૃદ્ધે મોરબી નજીકના લાલપર ગામે આવેલ અપ્પુ ટાંકાની પાસે વાડામાં કોઈ કારણોસર ગળાફાંસો ખાતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ.ગરીયા ચલાવી રહ્યા છે અને વૃદ્ધે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે
શિયાળ કરડી ગયું
મોરબીના માનસર ગામે રહેતા ધારાભાઈ જીવણભાઈ કલોતરા (45) નામનો યુવાન ઢોર ચરાવવા માટે ગયો હતો ત્યારે શિયાળ કરડી જતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
મોરબીના વજેપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એજાજ ઉર્ફે પીંગો અનવરભાઈ ભલુર (19), વિજય મનોજભાઈ મકવાણા (19) અને અશ્વિન ટીડાભાઈ ખંગ (20) રહે. બધા વજેપર શેરી નં- 23 વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 10,300 ની રોકડ કબ્જે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
