Morbi Today
મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા
SHARE
મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા
મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા છતાં શ્રધ્ધા અકબંધ રહેલ છે.અહિંના શનાળા બાયપાસ ઓવરબ્રીજ પાસે આવેલા વિશાલ ફર્નિચરની બાજુમાં આ મંદિરની સ્થાપના તા.૬-૯-૧૯૯૯ ના રોજ કરવામાં આવી હતી.
આજથી ૨૫ વર્ષ પહેલા મોરબી બ્રહ્મ સમાજ અગ્રણી ડો.બી.કે.લહેરૂ તથા હીરાભાઈ ધનજીભાઈ કંઝારીયાના સૌજન્યથી આ મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ અને મોરબીના કબીરપંથના મહંત શિવરામદાસજી બાપુએ "ગગનેશ્વર મહાદેવ" તરીકે નામ કરણ આપીને મહાદેવની પ્રતિષ્ઠા કરેલ હતી.આજે આ ગગનેશ્વર મહાદેવ મંદિરે હજારો મહાદેવ ભકતો તેમજ આસપાસની વાડી વિસ્તા૨ તેમજ સોસાયટીના લોકો સેવા પુજા કરે છે.આજુબાજુની જગ્યા શાંતિમય અને રમણિય હોય છે.









