મોરબી તાલુકાના ૧૦૪ ગામ વચ્ચે એક જ પોલીસ સ્ટેશન હોય તેને બે ભાગમાં વહેંચવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
SHARE
મોરબી તાલુકાના ૧૦૪ ગામ વચ્ચે એક જ પોલીસ સ્ટેશન હોય તેને બે ભાગમાં વહેંચવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નીચે એકસો ચાર (૧૦૪) જેટલા ગામો આવેલ છે.! તાલુકા વિસ્તારમાં અનેક કારખાનાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના વાડી-ખેરતો તેમજ અનેક અતિ સંવેદનશિલ જગ્યાઓ આવેલ હોય ખુબ જ કામગીરી રહે છે અને સમયસર ગુનાઓ અને ફરીયાદોનો નિકાલ કરવામાં ઘણો જ સમય લાગે છે.જો પીપળીયા ચાર રસ્તા ખાતે નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો આશરે પચાસ જેટલા ગામડાઓને તેનો લાભ મળે તેમ છે.તેવી અહીંના જાગૃત નાગરીકે સીએમને રજુઆત કરેલ છે.
હાલમાં દુરથી એટલે કે આમરણ વિસ્તારના ગામો પણ મોરબી તાલુકામાં સમાવેશ કરેલ છે જેથી અરજદારોએ ધણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મોંઘાદાટ ભાડા ખર્ચીને મોરબી તાલુકા પોલીસ મથકે આવવું પડે છે.જો નવલખી આઉટ પોસ્ટ તથા વવાણીયા આઉટ પોસ્ટ આ બંન્ને પીપળીયા ચાર રસ્તા ખાતે પોલીસ સ્ટેશન ખોલવામા આવે તો માળીયા (મીંયાણા) પોલીસની પણ કામગીરીનું ભારણ ઓછુ થાય તેમ છે.કારણ કે માળીયા પણ હાઈવે સાથે જોડાયેલ હોય અવાર નવાર અકસ્માત કે ચોરીના બનાવો બને છે જેથી ત્યાં પણ વધુ કામગીરી રહે છે.જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને એ-બી એમ બે પોલીસ સ્ટેશનમાં વહેંચીને નવલખી રોડ પીપળીયા ચાર રસ્તા પાસે નવુ પોલીસ સ્ટેશન ખોલવુ ધણુ જ જરૂરી છે.જેથી અરજદારો અને ફરીયાદીઓને ખોટા મોરબી ખાતે ધક્કા થાય છે અને નાણાનો ખર્ચ થાય છે અને સમય બરબાદ થાય છે તેની બચત થશે.ભુતકાળમાં મોરબી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં સ્ટાફ પુરતો હતો આજે સ્ટાફની પણ ઘટ છે જેથી મુશ્કેલી પડે છે.તેમા પણ અવાર નવાર આવતા બંદોબસ તથા પાયલોટીંગને કારણે પ્રજાને મુશ્કેલી પડે છે તો આ બાબતે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરીક પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંધવી અને રાજકોટ રેન્જ આઈજી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે.









