VACANCY : મોરબીના લેમઝોન ગ્રેનિટોમાં માર્કેટીંગ એક્ઝિક્યુટિવની ભરતી
અમદાવાદમાં બાળકની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપવાની મોરબી સિંધી જનરલ પંચાયત-હિન્દુ સંગઠનોની માંગ
SHARE









અમદાવાદમાં બાળકની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપવાની મોરબી સિંધી જનરલ પંચાયત-હિન્દુ સંગઠનોની માંગ
અમદાવાદના મણીનગર ખાતે આવેલ સ્કુલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી જે બાબતે સિંધી જનરલ પંચાયત મોરબીના હોદ્દેદારો અને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રીડૂત પરિવારને ન્યાય મળે, આરોપીને સજા અને તેના સાથી મિત્રો તેમજ સ્કુલના સત્તાધીશો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
ગત તારીખ 20/8 ના રોજ અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ સેવનથ ડે સ્કૂલ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા નયન ગીરીશકુમાર સંતાની નામના વિદ્યાર્થીને તીક્ષણ હથિયારના ઘા ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી અને નયનને તીક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા બાદ લગભગ અડધા કલાક સુધી જીવન મૃત્યુ વચ્ચે તે સંઘર્ષ કરતો હતો તેમ છતાં પણ સ્કૂલના મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી ન હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી આ નિંદનીય બનાવ બાબતે સિંધી જનરલ પંચાયત મોરબીના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને સિંધી સમાજના લોકો તથા હિન્દુ સંગઠનના લોકો દ્વારા મોરબી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
વધુમાં સિંધી સમાજના આગેવાન દિપેશભાઇ કટારમણએ જણાવ્યુ હતું કે, અમદાવાદની સ્કૂલમાં જે બનાવ બનેલ છે તેવો બનાવ રાજ્યની બીજી કોઈ સ્કૂલમાં ન બને તે માટે સ્કૂલમાં આવતા અને જતાં દરેક બાળકનું બેગ ચેક કરવામાં આવે તે અનિવાર્ય છે અને નયનની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ મોરબીના સિંધી સમાજ તેમજ વિહિપ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલ છે. તેમજ પીડિત બાળકના પરિવારને ન્યાય મળે, આરોપીના મિત્રો અને સ્કૂલ પ્રશાસન સામે કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે
