હળવદના ચરાડવા ગામે ઘર પાસે મરી ગયેલ વાંછરડુ ફેંકીને મહિલા સરપંચને મારી નાખવાની ધમકી
વાંકાનેરના સતાપર ગામે ખેતરમાં ઘૂસીને 10 શખ્સોએ 12 વીઘા જમીનમાં ઊભા કપાસને ઉખેડી નાખ્યો, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 લાખનું નુકશાન
SHARE









વાંકાનેરના સતાપર ગામે ખેતરમાં ઘૂસીને 10 શખ્સોએ 12 વીઘા જમીનમાં ઊભા કપાસને ઉખેડી નાખ્યો, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 લાખનું નુકશાન
વાંકાનેરના સતાપર ગામે રહેતા યુવાનના ખેતરમાં 10 શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને યુવાન તેના તેના ખેતરમાં કામ કરતાં તેના પરિવારના સભ્યોને ગાળો આપી હતી અને તેઓને ખેતરની બહાર કાઢીને ખેતીની 12 વીઘા જમીનમાં ઉભા કપાસને કાઢી નાખવામાં આવ્યો હતો અને યુવાનને 4 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે તથા જાનથી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા અને ખેતી કામ કરતા કિશનભાઈ માધાભાઈ રંગપરા (25)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હીરાભાઈ રતાભાઇ, રસિકભાઈ નાગજીભાઈ, અજયભાઈ વાલાભાઈ, સનાભાઈ લવાભાઇ, કરસનભાઈ લખમણભાઇ, મનાભાઈ પુજાભાઈ, કાનાભાઈ સોમાભાઈ, માલાભાઈ લખમણભાઇ, રાજુભાઈ ખીમાભાઈ અને સંજયભાઈ વાલાભાઈ રહે. બધા સતાપર વાળા અને બીજા અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના ઘરના સભ્યો પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ તેઓના ખેતરમાં આવ્યા હતા અને પથ્થર મારો કરીને ખેતરમાં પ્રવેશવાનો દરવાજો તોડી નાખ્યો હતો ત્યાર બાદ ખેતરમાં ફરિયાદી તથા તેના ઘરના સભ્યો ખેતી કામ કરતા હતા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ફરિયાદીને તેઓના ખેતરમાંથી બહાર કાઢી મૂકીને તેઓના ખેતરમાં આશરે 12 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું તે કપાસ કાઢી નાખવામાં આવ્યો છે જેથી ફરિયાદીને 4 ચાર લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે તેમજ ફરિયાદી સહીતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
