મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને ઠપકો આપનાર મહિલા અને તેને દીકરાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો


SHARE







વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને ઠપકો આપનાર મહિલા અને તેને દીકરાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે યુવાનની વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને યુવાનની માતાએ ઠપકો આપ્યો હતો જે તેઓને સારું નથી લાગતા બે શખ્સોએ યુવાન અને તેની માતાને ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે હુમલો કરીને યુવાનને માર માર્યો હતો તેમજ બે મહિલાઓએ યુવાનની માતાને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેરના નવાપરા મેસરીયા ખાતે રહેતા મહેશભાઈ હીરાભાઈ કુખાણીયાવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ શંકરભાઈ ભુસડીયા અને દિનેશભાઈ શંકરભાઈ ભુસડીયા તથા તે બંનેના પત્નીઓની સામે નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, રાજેશભાઈ અને દિનેશભાઈ તેઓની વાડીમાં રેઢિયા ઢોરને પૂરતા હતા જે બાબતે ફરિયાદીના માતાએ તે બંનેને ઠપકો આપ્યો હતો જે તેઓને સારું નથી લાગતા ફરિયાદી તથા તેના માતા વાડીએથી ગામમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રામદેવપીરના મંદિર પાસે રાજેશભાઈ અને દિનેશભાઈએ ફરિયાદી અને તેની માતાને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો મારમાર્યો હતો તેમજ રાજેશભાઈએ ફરિયાદીને લોખંડના પાઈપથી માથામાં જમણી બાજુએ એક ઘા મારીને જા કરી હતી જ્યારે રાજેશભાઈ અને દિનેશભાઈના પત્નીએ ફરિયાદીના માતાને ઢીકાપાટુનો માર મારીને શરીરને ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News