મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર પાસેથી શંકાસ્પદ ૧૫૦ કિલો ભંગાર ભરેલી રિક્ષા સાથે ત્રણ પકડાયા


SHARE







મોરબીમાં ત્રાજપર પાસેથી શંકાસ્પદ ૧૫૦ કિલો ભંગાર ભરેલી રિક્ષા સાથે ત્રણ પકડાયા

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી છકડો રિક્ષા પસાર થઈ રહી હતી જેમાં ભંગાર ભરેલો હતો જેથી કરીને પોલીસે તેને રોકી હતી અને તેમાં બેઠેલા ત્રણેય શખ્સોની પૂછપરછ કરી હતી ત્યારે રિક્ષામાથી મળી આવેલ લોખંડના ભંગાર બાબતે તેઓ ગલ્લા તલ્લા કરતો હતા જેથી પોલીસે ૧૫૦ કિલો ભંગાર અને રિક્ષા મળીને ૨૦૦૦૦ ની શંકાસ્પદ મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન્ના ડી.આર. બાવળીયા તેમજ ભરતભાઈ આપાભાઇ અને કેતનભાઇ જીવણભાઇ અજાણા ત્રાજપર ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગમા હતા ત્યારે વાકાનેર બાજુથી એક શંકાસ્પદ છકડો રિક્ષા નંબર જી.જે. ૩૬ યુ ૦૨૭૭ આવી હતી જેમાં છકડો રિક્ષા ચાલક સહીત ત્રણ ઇસમો બેસેલા હતા અને આ રિક્ષાને રોકાવીને ચેક કરતા તેમાથી અલગ અલગ લોખંડનો ભંગાર મળી આવ્યો હતો જેથી રિક્ષા ચાલકને લોખંડના ભંગાર બાબતે પુછપરછ તેને પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી ગઇકાલે તા ૮-૧૨ ના રોજ શંકાસ્પદ ભંગાર અને છકડો રિક્ષા સાથે ત્રણ ઈસમોને પકડેલ છે જેમાં પિન્ટુભાઇ કાળુભાઇ ઉર્ફે રમેશભાઇ કુંઢીયા જાતે દેવીપૂજક (ઉ.૨૧) રહે. લીલાપર રોડ, ચાર માળીયા ક્વાટર્સમા, બી-૩, અંકીતભાઇ મહાદેભાઇ વિકાણી જાતે દેવીપૂજક (ઉ.૨૦) રહે. લીલાપર રોડ, ચાર માળીયા ક્વાટર્સમા, બી -૧૪ અને વિપુલભાઇ સુરેશભાઇ વિકાણી જાતે દેવીપૂજક (ઉ.૧૯) રહે. લીલાપર રોડ, ચાર માળીયા ક્વાટર્સમા, બી -૧૩ વાળાનો સમાવેશ થાય છે  અને આ શખ્સોની પાસેથી પોલીસે હાલમાં જુની કટાયેલી મોટી મોટર નંગ-૫, જુની કટાયેલી નાની મોટર નંગ-૩ , તેમજ બીજો લોખંડનો ભંગાર જેનો અંદાજે વજન ૧૫૦ કિલો છે તે ભંગાર અને રિક્ષા મળીને ૨૦,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News