વાંકાનેરના મીરાનીનગર પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં બાળકનું મોત
મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં લિગ્નાઈટ કોલસો ન મળતા મુશ્કેલીઓ વધી !: એક્સ્પોર્ટ ૭૦ ટકા જેટલું ઘટી ગયું ?
SHARE









મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં લિગ્નાઈટ કોલસો ન મળતા મુશ્કેલીઓ વધી !: એક્સ્પોર્ટ ૭૦ ટકા જેટલું ઘટી ગયું ?
મોરબીની આસપાસમાં ૪૨ કરતાં વધુ પેપર મિલો આવેલ છે જેમાં લિગ્નાઈટ કોલસાનો ઉપયોગ કરીને પેપરનું ઉત્પાદન કરવામાં આવે છે જો કે, છેલ્લા પાંચ મહિનાથી ઉદ્યોગકારોને તેના ક્વોટા મુજબનો સરકાર દ્વારા લિગ્નાઈટ કોલસો આપવામાં આવતો નથી જેથી ઉદ્યોગ ચલાવવો મુશ્કેલ બની ગયો છે અને આજની તારીખે મોરબીના ઉદ્યોગકારો કોલસાના બે ગણા વધુ ભાવ આપે તો પણ સારી ક્વોલિટીનો કોલસો તેને મળતો નથી જેથી કરીને તેની સીધી અસર માલના ઉત્પાદન ઉપર અને માર્કેટને થઈ રહી છે અને હાલમાં એક્સ્પોર્ટ ૭૦ ટકા જેટલું ઘટી ગયું છે
મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં વપરાતા તમામ રો-મટિરિયલ્સના ભાવમાં છેલ્લા મહિનાઓથી વધારો થઈ ગયો છે જેથી અહીના પેપર મિલ માલિકોની કારખાના ચલાવવા મુશ્કેલ બની ગયા છે આ ઉદ્યોગમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો કોલસો જીએમડિસિ દ્વારા જુદાજુદા કારખાના કવોટા મુજબ આપવામાં આવતો નથી જેથી કરીને હાલમાં ઉદ્યોગકારોને તેને યુનિટને ચાલુ રાખવા માટે બહારથી બે ગણા વધુ ભાવ આપીને આજની તારીખે કોલસો લેવામાં આવે છે જો કે, તે કોલસો લિગ્નાઈટ કોલસા જેવો આવતો નથી જેથી કરીને ઉદ્યોગકારોની મશીનરી તેમજ માલને મોટા પ્રમાણમા નુકશાન થઈ રહ્યું છે
મોરબી પેપર મિલ એસો.ના સેક્રેટરી ભાવીકભાઈ ભટ્ટ સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આજની તારીખે મોરબી આસપાસમાં ૪૨ જેટલી પેપર મિલો આવેલી છે જેમાં દૈનિક ભારતમાં વાપરત પેપરની ૩૫ ટકા કરતાં વધુ એટ્લે કે ૮૦૦૦ ટન પેપરનું ઉત્પાદન કરવામાં આવે છે અને અહીથી ચાઈના સહિત વિદેશમાં અને દેશના જુદાજુદા રાજ્યોમાં તૈયાર પેપર મોકલાવવામાં આવે છે હાલમાં જીએમડિસિ દ્વારા પૂરતા પ્રમાણમા લિગ્નાઈટ કોલસો આપવામાં આવતો નથી જેની સિધ્ધી અસર માલના ઉત્પાદન ઉપર થાય છે અને માલની ગુણવતા ઘટવાના લીધે વર્ષ ૨૦૨૦ ના ઓક્ટોમ્બર નવેમ્બરમાં જે એક્સ્પોર્ટ હતું તેની સરખામણીમાં ચાલુ વર્ષે એક્સ્પોર્ટ ૭૦ ટકા જેટલું ઘટી ગયું છે અને જો પેપર મિલ ચલાવવા માટે સરકારી કવોટા મુજબનો લિગ્નાઈટ આપવામાં નહીં આવે અને આવીને આવી પરિસ્થિતી રહેશે તો આગામી સમયમાં કારખાના બંધ કરવા પડે તો નવાઈ નથી
છેલ્લા મહિનાઓથી ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમા લિગ્નાઈટ કોલસો આપવામાં આવી રહ્યો નથી જેથી કરીને નબળી ગુણવતાનો કોલસો આવતો હોય ઉદ્યોગકારોની મુશ્કેલી વધી ગયેલ છે અને કોલસનું સંકટ છેલ્લા પાંચેક મહિનાથી આવી પડ્યું છે તેનો કોઈ ઉકેલ આવેલ નથી ત્યાં સરકારી કવોટા મુજબનો કોલસો ટનના ૨૭૦૦ ના ભાવે અગાઉ આપવામાં આવતો હતો તેના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાથી તે આજની તારીખે ૪૪૦૦ કરતાં વધુના ભાવે મળી રહ્યો છે અને તે પણ પેપર મિલના માલિકોને પૂરતા પ્રમાણમા આપવામાં આવતો નથી જેથી ઇંડોનેશિયાનો કોલસો વાપરીને કારખાના ચલાવવામાં આવી રહ્યા છે મોરબીમાં આવેલ પેપર મિલના માલિક શૈલેષભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતુ કે, હાલમાં પ્રાઇપેટ કંપનીઓ પાસેથી આવતો કોલસો મોંઘો મળે છે જેથી પેપરની પડતર કિંમત વધી જાય છે માટે અહીના ઉદ્યોગકારો લોકલ કે એક્સ્પોર્ટ માર્કેટમાં ટકી શકતા નથી અને આ સ્થિતિમાં જો પેપર મિલ બંધ થશે તો હજારો લોકોની રોજગારીનો પ્રશ્ન ઊભો થાય તેમ છે
મોરબીના પેપર મિલ ઉદ્યોગની ગાડી છેલ્લા પાંચ મહિનાથી પાટે ચડી રહી નથી કેમ કે, સરકારી કવોટા મુજબ લિગ્નાઈટ કોલસો જે આપવાનો હોય છે તેની સામે માત્ર ૩૩ ટકા જેટલો જ કોલસો હાલમાં આપવામાં આવી રહ્યો છે અને વેસ્ટ પેપરના ભાવ, કન્ટેનરના ભાડા સહિતના ભાવમાં વધારો થયો હોવાથી આ ઉદ્યોગ હાલમાં કપરા સમયમાથી પસાર થઈ રહ્યો છે તેવી કરીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે અહીના ઉદ્યોગકારો સરકાર પાસે ક્વોટા મુજબ લિગ્નાઈટ કોલસો આપવામાં આવે તેવી જ માંગ કરી રહ્યા છે જો કે, કોલસાની રામાયણ કયારે પૂરી થશે તે તો આગામી સમય જ બતાવશે
