મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તરૂણ સહિત બે વ્યક્તિના મોત


SHARE









હળવદના ચંદ્રગઢ ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તરૂણ સહિત બે વ્યક્તિના મોત

હળવદના ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં તરુણ પાણી ભરવા માટે ગયો હતો ત્યારે તેનો પગ લપસ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેને બચાવવા માટે યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું જોકે, કેનાલમાં પાણી વહેતું હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી આ બનાવમાં તરુણ સહિત કુલ બે વ્યક્તિના મોત નીપજ્યા છે જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતિલાલ મીઠાભાઈ કંઝરિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા (15) અને અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા (23) નામના બે વ્યક્તિનું ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી પાણીની કેનાલમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું છે. જેથી કરીને તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની અતુલભાઇ સોમસિંગભાઈ રાઠવા (27) રહે. ખરમડા ગામ જીલ્લો છોટાઉદેપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં હિતેશભાઈ રાઠવા નામનો 15 વર્ષનો તરુણ પાણી ભરવા માટે ગયો હતો ત્યારે પગ લપસ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેને બચાવવા માટે અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવાએ પાણીમાં ઝંપલાવ્યું હતું જોકે, કેનાલમાં પાણી વહેતું હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા અને તે બંનેનું મોત નીપજયું હતું.




Latest News