મોરબી GIDC ઈન્ડસ્ટ્રીઝ એસો.એ જીએસટીના દરમાં ઘટાડાના સરકારના નિર્ણયને આવકાર્યો
મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી શાંતાબેન પરમારના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
SHARE







મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી શાંતાબેન પરમારના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
મોરબીના વજેપર સર્વે નં. ૬૦૨ ચકચારી જમીન કોભાંડમાં મહિલા આરોપીની ધરપકડ કરી હતી જે મોરબીની જેલમાં છે અને તેના વકીલ મારફતે હાઇકોર્ટમાંથી જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં મહિલા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૫-૩-૨૫ ના રોજ વજેપર સર્વે નં.૬૦૨ ના જમીન કૌભાંડની જમીનના મૂળ માલિકે ફરિયાદ કરી હતી જે ગુન્હાના મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમારની ધરપકડ કરવામાં આવેલ હતી. અને આ કેસની તપાસ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી અને તેની ટિમ કરી રહી છે. તેવામાં મહિલા આરોપી શાંતાબેન પરમારના વકીલ ડી.કે. ભીમાણી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદની આક્ષેપિત હકીકત એવી છે કે, આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર દ્વારા મોરબીના વજેપર ગામના સર્વે નં. ૬૦૨ ની જમીન ધારણકર્તા ગુજરનાર બેચરભાઈ ડુંગરભાઈ નકુમનો ખોટો મરણનો દાખલો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, ગુજરનારનો ખોટો વરસાઈ આંબો બનાવી, ખોટી વરસાઈ એન્ટ્રી પાડીને જમીનમાં પોતાનું નામ દાખલ કરી સાગર અંબારામભાઈ ફૂલતરીયાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો. આરોપી શાંતાબેન મનજીભાઇ પરમારની જામીન અરજી મોરબી જીલ્લાના યુવા વકીલ ધ્રુવીલ ભીમાણી, જયદીપ જે. ઘોડાસરા તથા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નીરદ ડી. બુચ મારફતે હાઇકોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં વકીલે કરેલ ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા છે.
