મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી સમય મર્યાદામાં રોડના કામ ન કરે તો નોટિસ આપો: કલેકટર


SHARE









મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી સમય મર્યાદામાં રોડના કામ ન કરે તો નોટિસ આપો: કલેકટર

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી રોડ રસ્તા, પાણીનો નિકાલ, સ્વચ્છતા તથા ટ્રાફિક સહિતના મુદ્દે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ સંબંધિત વિભાગો સાથે ચર્ચા વિચારણા કરી તેમને જરૂરી સુચનાઓ આપી હતી.

જિલ્લામાં કોઈ પ્રશ્નો ન સર્જાય તથા લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવે તે મુદ્દાને ભાર આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે જ્યાં જ્યાં રોડ રસ્તાઓને નુકસાન થયું હોય ત્યાં તાત્કાલિક પેચ વર્ક સહિત રીપેરીંગ કામ કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત રોડના કારણે ટ્રાફિકના પ્રશ્નો ન સર્જાય, હજુ પણ કોઈ વિસ્તારમાં જો પાણી ભરાવાની સમસ્યા હોય તો તેનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે તથા વરસાદ બાદ રોગચાળાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કરી દવા છંટકાવ અને ફોગીંગ સહિતની સઘન કામગીરી કરવામાં આવે તેવી કડક સુચના આપવામાં આવી હતી.

વધુમાં કલેક્ટરએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવામાં ન આવે તો નોટિસ આપવા તથા કચ્છ-મોરબી હાઇવે પર હળવદ-અમદાવાદ હાઈવે જ્યાંથી અલગ પડે છે ત્યાં પણ સાઈન બોર્ડ લગાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, પ્રાંત અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News