મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
SHARE
મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે નવનિર્મિત શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ગઈકાલ તા.૯ ના રોજ ગણેશ સ્થાપના કર્યા બાદ આજે તા.૧૦-૧૨ ને શુક્રવારના રોજ જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા યોજાનાર છે.આજે બપોરે ૨ કલાકે જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા બાદ આવતીકાલ તા.૧૧ ને શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં બપોરના ૧૧:૫૦ કલાકે ભગવાનની નિજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ યજ્ઞ યોજાશે અને યજ્ઞ બાદ બપોરના ૩:૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે અને સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તેમ પાટીદાર ટાઉનશીપના ગીરીશભાઇ મેથાણીયાએ યાદીમાં જણાવેલ છે.