ગુજરાતમાં ભાજપના શાસનમાં માલધારી સલામત નથી: રમેશભાઈ રબારી
SHARE
ગુજરાતમાં ભાજપના શાસનમાં માલધારી સલામત નથી: રમેશભાઈ રબારી
ગુજરાતમાં ભાજપનું શાસન છે ત્યારે માલધારી પરિવારો સાવ નિરાધાર અને સલામતી વિહોણા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને અગાઉ પણ અનેક હત્યાના બનાવો ગુજરાતમાં બનેલ છે અને કડીનાં ખેરપુર ગામે રાજુભાઈની હત્યાથી આ સિલસિલો ચાલુ છે જેમા મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર, સાયલા, સુદામડા ખાતે માલધારી યુવાનોની ઘાતકી હત્યાઓ થયેલ છે ત્યારે રાજયનું ગૃહખાતુ અને તેના જવાબદાર અધિકારીઓની ગુનાહિત ઉદાસીનતા મુખ્ય કારણભૂત છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કે રાજયમાં કાયદો વ્યવસ્થા જેવું જરાપણ નથી ગમે ત્યારે અને ગમે ત્યાં સમાજનાં લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે અને તેની સુયોગ્ય પોલીસ પગલા લેવાતા નથી. આ બાબતે જે તે વિસ્તારના લોકોએ યોગ્ય રજુઆત કરવા છતા પણ હત્યાના બનાવો અટક્તા નથી અને લોકોની બેરહેમીથી હત્યાઓ થાય છે ત્યારે આ બાબતે રાજયકક્ષાએ પગલા લઈને હત્યા કરનારા સામે કડક પગલા લઈ સમાજમાં નિર્ભયતાનું વાતાવરણ બનાવવું જોઈએ અન્યથા આ પ્રશ્ને વર્ગવિગ્રહ થઈ અંદરો અંદર તોફાનો પણ થવાની શકયતા છે
રાજયનાં ગૃહમંત્રીએ અંગત રસ લઈને પગલા લેવડાવી આવી ગુન્હાખોરી અટકાવવી જોઈએ તેવી જનહિતમાં સલામતી અને સુલેહ માટે વ્યવસ્થા ગોઠવવા રમેશભાઈ રબારીએ માંગણી કરેલ છે. અને જુનાગઢ, પોરબંદર, બરડા આલોચના અનુસુચિત જનજાતિના પ્રશ્ને સરકારની બેજવાબદારીના કારણે સમાજનાં બે મુખ્ય આગેવાનોએ પ્રશ્નનો સમયસર નિરાકરણ ન થતા આત્મહત્યા કરેલ છે આ પણ સરકારની જવાબદારી બને છે અને સમયસર પ્રશ્ન ઉકેલાયો હોત તો આ લોકોને આત્મહત્યા કરતા અટકાવી શકયા હોત તેવું તેઓએ જણાવ્યુ છે