લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા


SHARE









માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા

માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાં ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખ્યા વગર નવ પાડાને લઈ જવામાં આવી રહ્યા હતા જેથી કુલ મળીને 4,27,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સને પકડીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 3278 પસાર થઈ રહી હતી ત્યારે તેને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાં ક્રૂરતા પૂર્વક બાંધીને નવ પાડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હતા અને તેમાં ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી જેથી કરીને 27,000 ની કિંમતના અબોલજીવ તથા 4,00,000 ની કિંમતની ગાડી અને કુલ મળીને 4,27,000 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે ગાડીના ડ્રાઇવર કરીમ મામદઅલી જત (27) અને વાહેબ મામધહસન જત (31) રહે. નાના સરાડા ભગાડીયો તાલુકો ભુજ વાળાની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 2,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હકાભાઇ કુકાભાઈ કોળી રહે. દિઘડીયા તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઈલેક્ટ્રીક શોટ લાગ્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સુલેમાન રફીકભાઈ મેર (19) નામનો યુવાન ઘરે હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાવતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ અવચરભાઈ વાઘેલા (35) નામના યુવાનને મારામારીના બનાવમાં બીજા થઈ હતી જેટી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News