મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું

મોરબીના સોઓરડી વિસ્તારમાં મંદિર પાસે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં ભડિયા મંદિર પાસે રહેતા કિશનભાઇ દિનેશભાઈ છેલાણીયા (30) નામના યુવાને ગઈકાલે સાંજના 6:45 વાગ્યાના અરસામાં કોઈ પણ કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા દિનેશભાઈ રૂપાભાઈ વાઘેલા (40) નામના યુવાનને મંદિર પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પથ્થર મારવામાં આવતા તેને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની પીપળીયા ચોકડી પાસે વિષ્નારામ ચૌધરી (36) નામનો રાજસ્થાની યુવાન ટ્રકમાં સૂતેલો હતો ત્યારે અન્ય ટ્રક ચાલકે તેના ટ્રક સાથે વાહન અથડાવીને અકસ્માત કર્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને પ્રથમ સારવાર માટે માળિયા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.




Latest News