માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
SHARE







મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
મોરબીમાં નટરાજ ફાટક પાસેથી વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા દરમિયાન અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને તેઓને ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી વૃદ્ધ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી લાયન્સનગર પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા મોહનભાઈ નરસીભાઈ સોલંકી (61)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ બાબુભાઈ રહે. નજરબાદ ભડીયાદ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ બાપાસીતારામની મઢુલી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી સાથે અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને આરોપીએ તેઓને જાહેરમાં ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબીના ભડિયાદ કાંટા પાસે આવેલ વિદ્યાનગર સોસાયટીમાં રહેતા નંદિનીબેન જલારામભાઈ સંતાનપરા (19) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીમારી સબબ સારવારમાં
મોરબીમાં ઉમા ટાઉનશિપ રોડ ઉપરથી બિનવારસી હાલતમાં બીમારી સબબ અમૃતબેન નામના વૃદ્ધને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વૃદ્ધાની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે
