ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા આર્મી ગ્રુપની ટીમે તાત્કાલિક એ પોઝિટિવ-નેગેટિવ બ્લડની ૧૧ બોટલ એકત્રિત કરી આપી


SHARE







મોરબીમાં યુવા આર્મી ગ્રુપની ટીમે તાત્કાલિક એ પોઝિટિવ-નેગેટિવ બ્લડની ૧૧ બોટલ એકત્રિત કરી આપી

મોરબીમાં યુવા આર્મી ગ્રુપ તેમના સેવા કાર્યથી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. કારણકે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા ૨૪ કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે. કોરોના કાળમાં અવારનવાર બ્લડ બેંકમાં ક્યારેક બ્લડની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડની જરૂરીયાત વાળા દર્દીઓના પરીજનોને જે‌ તે બ્લડ ગ્રુપનુ બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે. ગ‌ઈકાલે મોરબીમાં આયુષસમર્પણ જેવી નાની મોટી હોસ્પિટલમા‌ સારવાર અર્થે આવેલ દર્દીઓ માટે એ પોઝિટિવ બ્લડની સોર્ટેજ ઉભી થઈ હતી જેની જાણ સંસ્કાર બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી જે માટે થયને યુવા આર્મી ગ્રુપ દ્વારાના સભ્યો દ્વારા તાત્કાલિક ૧૦ બોટલ એ પોઝિટિવ તથા અન્ય એક દર્દી માટે ૧ બોટલ એ નેગેટિવ બ્લડની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી હતી. અને બ્લડની જરૂરીયાત માટે કે કોઈની જરૂરીયાત સમયે બ્લડ રક્તદાન રુપી સેવાકીય કાર્યમા જોડાવા માટે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યુ છે






Latest News