મોરબીમાં યોજાયેલ ઔદ્યોધિક ભરતી મેળામાં ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરાઇ
વાંકાનેર પાલિકાની નુતન પહેલ, ગરબી ચોકના પટાંગણમાં સ્વચ્છતા રંગોળી બનાવી
SHARE
વાંકાનેર પાલિકાની નુતન પહેલ, ગરબીટોકના પટાંગણમાં સ્વચ્છતા રંગોળી બનાવી
મોરબી જિલ્લામાં વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ટાઉનહોલ ખાતે મુખ્ય ગરબી મંડળના ગરમી ચોકમાં સ્વચ્છતાની થીમ સાથે સ્વચ્છોત્સવ રંગોળી દોરવામાં આવી છે.
સ્વચ્છતા બાબતે લોકોને જાગૃત કરવા વાંકાનેર નગરપાલિકા દ્વારા નૂતન પહેલ કરવામાં આવી છે. જેમાં આ નવરાત્રી ગ્રીન નવરાત્રી એવા સંદેશ સાથે મુખ્ય ગરબી મંડળ ટાઉનહોલ ખાતે વિશાળ રંગોળી દોરવામાં આવી છે. આ રંગોળીમાં સ્વચ્છતા ની થીમ સાથે 'રસ્તા પર થૂંકી અને કચરો ફેંકી શહેરની સુંદરતા બગાડશો નહીં', 'સ્ટોપ પ્લાસ્ટિક પોલ્યુશન', 'સ્વચ્છતાને સ્વાભિમાન બનાવીએ', નિર્મળ ગુજરાત ૨.૦, 'રિસાયકલ, રીયુઝ અને રીડયુઝ', 'સ્વચ્છતા એ તંદુરસ્તીનું પહેલું પગથિયું છે', 'સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા હી જીવન' અને 'સ્વચ્છ વાંકાનેર, સુંદર વાંકાનેર' વિવિધ જાગૃતિ સંદેશ અને સુવિચાર સાથે આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. નવરાત્રીમાં આ રંગોળી લોકોમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.