મોરબીની આયુષ હોસ્પિટલના 13 વર્ષના બાળકની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઇ
મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે બે દિવાસીય નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે બે દિવાસીય નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
મોરબીના સમાકાંઠા વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું બે દિવસથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એક દિવસ ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓ માટે અને બીજા દિવસે ધો. 6થી 8 ના વિદ્યાર્થીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે માતાજીનું પૂજન, અર્ચન અને આરાધના કર્યા બાદ બાળકો સાર્થક વિદ્યાલયના ગ્રાઉન્ડમાં મન મૂકીને રાસ ગરબે રમ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા અને બાળકો અવનવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે તૈયાર થઈને ગરબે રમવા માટે થઈને શાળાના મેદાનમાં પહોંચ્યા હતા. આ તકે રાસ ગરબામાં પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, બેસ્ટ એક્શન વગેરે જેવી વિવિધ 10 કેટેગરીમાં બંને દિવસે વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ અધિકારીઓ પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા