ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે નવરાત્રીના પહેલા દિવસે 40 મંદિરોમાં આરતી કરીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું


SHARE







મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે નવરાત્રીના પહેલા દિવસે 40 મંદિરોમાં આરતી કરીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

નવરાત્રિના પહેલા દિવસે મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થી તેના માતા પિતા અને દાદા દાદીની સાથે શહેરના જુદાજુદા મંદિરે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ તેમજ તેના માતા પિતા અને દાદા દાદી પણ જોડાયા હતા અને 5100 થી વધુ લોકોએ એકી સાથે વિવિધ મંદિરોમાં આરતી કરીને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગુજરાત અને ભારતની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા બની અને સ્કૂલના નામે રેકોર્ડ બનાવતા હોય છે પરંતુ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ નામની ખાનગી શાળા વિદ્યાર્થીઓ દ્વારા આજે અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા તેના પરિવારને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને આ રેકોર્ડ સંસ્થાએ પોતાના નામે કર્યો છે.

જે અંગેની સંસ્થાના સંચાલક જયેશભાઇ ગામીના કહેવા મુજબ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આવેલા એક કે બે નહીં પરંતુ 40 જેટલા મંદિરોએ આજે નવરાત્રીના પહેલા દિવસે વિદ્યાર્થીઓ તથા તેના માતા પિતા અને દાદા દાદીની હાજરીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ 40 મંદિરો ખાતે કુલ મળીને 5100 કરતાં વધુ લોકો હાજર રહ્યા હતા અને આરતીમાં જોડાયા હતા. ખાસ કરીને વર્તમાન સમયમાં બાળકો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાઈ તે હેતુ સાથે શાળાના સંચાલક દ્વારા આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓના માતા પિતા તથા તેના દાદા દાદી તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો હતો

એશિયા બુકો ઓફ રેકોર્ડના જજ રીતેશભાઈ ચાંદપુરાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ 40 જેટલા મંદિરોમાં સાંજના 6:30 થી 7:30 વાગ્યાના સમયગાળા દરમિયાન વિવિધ દેવી-દેવતાઓની આરતીનું વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને જે રીતે શાળાના સંચાલકોએ કહ્યું હતું તે મુજબ જુદાજુદા મંદિરોએ 100 થી 200 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અને તેના માતા પિતા તેમજ દાદી હાજર રહ્યા હતા અને મંદિરોમાં આરતી કરવામાં આવેલ છે

વધુમાં રીતેશભાઈ ચાંદપુરાએ જણાવ્યુ હતું કે, આ પ્રકારનો વિચાર આજ સુધીમાં ભારતમાં કોઈ સ્કૂલના સંચાલકને આવેલ નથી અને આજે આ શાળાએ કરી બતાવ્યુ છે જેથી મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ એશિયા બુકો ઓફ રેકોર્ડમાં એકી સાથે એક જ સમયે વિવિધ મંદિરોમાં 5100 થી વધુ લોકોએ આરતી કરી છે તે પ્રકારના રેકોર્ડમાં નોંધાયું છે.




Latest News