ટંકારાના ઓટાળા ગામે ઘરે ચા બનાવતા સમયે દાઝી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
SHARE
ટંકારાના ઓટાળા ગામે ઘરે ચા બનાવતા સમયે દાઝી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
ટંકારાના ઓટાળા ગામે રહેતા વૃદ્ધા પોતે પોતાના ઘરે ચૂલામાં ચા બનાવી રહ્યા હતા દરમિયાન તેની સાડીના છેડોને આગ અડી જવાના કારણે વૃદ્ધા શરીરે દાજી ગયા હતા જેથી તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં રહેતા શાંતાબેન શીવાભાઈ છીપરીયા (80) નામના વૃદ્ધા ગત તા. 21/9 ના બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે ચૂલામાં ચા બનાવી રહ્યા હતા દરમિયાન તેની સાડીના છેડામાં આગ અડી જવાના કારણે વૃદ્ધા શરીરે દાજી ગયા હતા જેથી કરીને તેમને સારવાર માટે તાત્કાલિક રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બીમારી સબબ મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોક ધામ સોસાયટીમાં રહેતા અમિતકુમાર અનુપકુમાર (30) નામના યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.