ટંકારાના ઓટાળા ગામે ઘરે ચા બનાવતા સમયે દાઝી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડમાં ચાર શખ્સ પકડાયા
SHARE
મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડમાં ચાર શખ્સ પકડાયા
મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ચાર શખ્સોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુના નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.
મોરબીમાં પરશુરામ પોટરીની પાછળના ભાગમાં અવાવરુ જગ્યામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા જયદીપભાઇ બેચરભાઈ ચાઉ (36) અને કરણ ઉર્ફે ગટીયો ખંગારભાઇ મકવાણા (29) રહે. બંને સોઓરડી વરિયા મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 16,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલદીપસિંગ ધવલસિંગ ખીચી (22) રહે. રણછોડનગર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 540 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના રંગપર બેલા ગામના સ્મશાન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વિશાલભાઈ રાજેશભાઈ સુરેલા (23) રહે. ત્રાજપર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 480 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
દારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબી તાલુકાના જૂના મોડપર ગામના સ્મશાન પાસે વોકળામાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1,000 લિટર આથો તથા તૈયાર 40 લિટર દેશી દારૂ તેમજ ગેસનો ચૂલો, ગેસનો બાટલો વગેરે મળી આવ્યું હતુ જેથી પોલીસે 29,750 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી અક્ષયભાઈ વિનુભાઈ સોલંકી (28) રહે. મોડપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.