મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

ખાડાએ જીવ લીધો !: માળીયા (મી) નજીક રસ્તમાં આવેલ ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ આધેડનું મોત


SHARE





ખાડાએ જીવ લીધો !: માળીયા (મી) નજીક રસ્તમાં આવેલ ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ આધેડનું મોત

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ શહેનશાવલીના પાટીયા પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આવેલ ખાડાના કારણે બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના હરીપર ગામે રહેતા સુભાનભાઈ નુરમહમદભાઈ પાયક (51)ની ફરિયાદ લઈને બાઇક નંબર જીજે 12 ઇકે 6635 ના ચાલક મૃતક સતારભાઈ કાસમભાઈ પાયક (50) રહે. હરીપર તાલુકો માળીયા મીયાણા વાળા સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ શહેનશાવલીના પાટીયા પાસેથી ગત તા. 10/9 ના સાંજના 7:30 વાગ્યાના અરસામાં મૃતક સતારભાઈ પાયક પોતાના હવાલા વાળું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલા ખાડાના કારણે તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

સાપ કરડી જતાં સારવારમાં

મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા મણીબેન મંગળભાઈ વસાવડા (52) વાડીએ ખેતી કામ કરી રહ્યા હતા દરમિયાન તેને સા કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા શીતલબેન ભાવેશભાઈ ભંખોડીયા (31) નામના મહિલા ઘરેથી સોરડી બાજુ બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન બાઈક સ્લીપ થવાના કારણે તેમને ડાબા પગમાં ઇજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

હળવદના વેગડવાવથી અજીતગઢ ગામ તરફ જવાનો રસ્તા ઉપર પ્રકાશભાઈ ઠાકરશીભાઈ મોરી (31) અને જયશ્રીબેન પ્રકાશભાઈ મોરી (31) બાઈકમાં પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News