મોરબીમાં શનિવારથી પાંચ દિવસીય દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ: ધાર્મિક-સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજાશે
મોરબીમાં લોહાણા સમાજની બહેનો માટે રધુવંશી મહિલા મંડળ દ્રારા શરદપુનમે ગરબા મહોત્સવનું આયોજન
SHARE














મોરબીમાં લોહાણા સમાજની બહેનો માટે રધુવંશી મહિલા મંડળ દ્રારા શરદપુનમે ગરબા મહોત્સવનું આયોજન
મોરબી રધુવંશી મહિલા મંડળ દ્રારા શરદપુનમ ગરબા મોહોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આગામી તા 6/10 ના રોજ યોજાશે.
મોરબી રઘુવંશી મહિલા મંડળ છેલ્લા 16 વર્ષથી શરદપુનમના દિવસે રાસગરબાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શરદપુનમ ગરબા મોહોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આગામી તા 6/10 ના રોજ યોજાશે. ત્યારે રઘુવંશી પરીવારનાં મહિલાઓ તથા બાળકો માટે તદન ફ્રી કોઈપણ પ્રકારનાં ચાર્જ વગર ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકશે અને આ આયોજન ફક્ત રઘુવંશી પરીવારનાં મહિલા તથા બાળકો માટે જ કરવામાં આવ્યું છે તેમ મોરબી રઘુવંશી મહિલા મંડળનાં પ્રમુખ ચંદ્રિકાબેન પલાણ દ્રારા જણાવવામાં આવ્યું છે અને વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યુ હતું કે, બાળકો, બાળાઓ અને મહિલાઓ માટે જુદીજુદી પણ કેટેગીરી રાખવામા આવેલ છે. અને વધુ માહિતી માટે ચંદ્રિકાબેન પલાણ (9106877148), નીલાબેન કારીયા (9714918969), કેયુરીબેન ચગ (9429577789), ઉમાબેન બુદ્ધદેવ (9558486286) અને ડિમ્પલબેન ભીંડા (9712157357)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

