ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા કોલેજ ખાતે મહિલા આરોગ્ય સેમીનાર યોજયો


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા કોલેજ ખાતે મહિલા આરોગ્ય સેમીનાર યોજયો

"એક કદમ મહિલા સુરક્ષા કી ઓર" ના સુત્રને ચરિતાર્થ કરવા માટે તેમજ મહિલા આરોગ્ય જાળવણી સબબ જે.એ.પટેલ મહિલા કોલેજ પટેલ કન્યા છાત્રાલયમાં ૫૦૦૦ નંગ  સેનીટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં મોરબીના જાણીતા અને ખુબજ અનુભવી સેવાભાવી ગાયનેક ડો.હીનાબેન મોરીએ છાત્રાલયની બાળાઓને સેનીટરીપેડની ઉપયોગિતા તેના લીધે થતા ફાયદા વિશે અને અન્ય આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ તેમજ મહિલાઓને આરોગ્યલક્ષી મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન ડૉ.હીનાબેન મોરીએ સરળ રીતે સમજાવ્યુ હતુ. આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન લા.રશ્મિકાબેન રૂપાલા તેમજ મીનાક્ષીબેન કાવર મહિલા કોલેજના મહિલા પ્રોફેસરે હાજર રહીને દરેક બાળાઓને સેનેટરી પેડનું વિતરણ કર્યુ હતુ.કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ પ્રફુલભાઈ પટેલ, એનએસએસના મોરબીના કો-ઓર્ડીનેટર વનિતાબેન કગથરા તેમજ મહિલા પ્રોફેસરોએ ખાસ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનુ સંચાલન દક્ષાબેન અઘારાએ કર્યુ હતુ. કાર્યક્રમ સફળતા પુર્વક યોજવા બદલ  લાયન્સ કલબ ઓફ મોરબી સિટી વતી પ્રમુખ ટી.સી.ફૂલતરીયાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News