મોરબીના ગાળા ગામે પેપર મીલમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
મોરબીના સાપર નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ સગીરનું સારવાર દરમિયાન મોત
SHARE
મોરબીના સાપર નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ સગીરનું સારવાર દરમિયાન મોત
મોરબી તાલુકાના સાપર ગામે થોડા દિવસો પહેલા વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં ઈજાગ્રસ્ત થયેલા ૧૫ વર્ષીય સગીરને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના સાપર ગામે રહેતા જીવરાજ ભગવાનજીભાઈ અઘારા જાતે કોળી નામના ૧૫ વર્ષના સગીરવયના બાળકને ગત તા.૩-૧૧ ના રોજ વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચી હતી જેથી કરીને તેને રાજકોટ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ગત તા.૪-૧૨ ના રોજ જીવરાજ અઘારાનું મોત નીપજયું હતું.રાજકોટથી બનાવ અંગેના કાગળો આવતાં હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે બનાવ અંગે આગળની તજવીજ હાથ ધરી છે.
ઝેરી અસર થતાં સારવારમાં
મોરબી તાલુકાના થોરાળા ગામે હરિભાઈ મેરજાની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતાં શંકરભાઈ શામજીભાઈ મુનિયા નામના ૨૫ વર્ષીય યુવાનને કામ દરમિયાન પડકુ (ઝેરી જનાવર) કરડી જતાં ઝેરી અસર થતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબીના બેલા (રંગપર) ગામના છગનભાઈ લવજીભાઈ ચાપાણી નામના ૭૧ વર્ષીય વૃદ્ધ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના સર્કીટ હાઉસ નજીકથી પગપાળા જતા હતા ત્યાં અજાણ્યા વાહનના ચાલકે તેઓને ઠોકર મારતા જમણા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.
મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલી જવાહર સોસાયટીમાં રહેતા વનીતાબેન ધર્મેશભાઈ મનુભાઈ વણોલ નામની ૩૫ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને વનીતાબેનને મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ બી ડીવીજન પોલીસ સુત્રોએ જણાવેલ છે.