ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીવાસીઓની સલામતી માટે ટર્કીથી આવેલ વ્યક્તિ કરાયા હોમ કોરેન્ટાઈન


SHARE







મોરબીવાસીઓની સલામતી માટે ટર્કીથી આવેલ વ્યક્તિ કરાયા હોમ કોરેન્ટાઈન


દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનનો ભય છવાયેલો છે તે દરમ્યાન ઓમીક્રોનનો જયાં વધુ પગપેસારો છે તેવા વધુ કેશ ધરાવતા દેશોમાંથી મુસાફરોનું આવાગમન જોખમી બની રહ્યુ છે તે માટે સરકારની ગાઇડલાઇન મુજબ હાઇરીસ્ક ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો ઉપર વોચ રાખીને સૌની સલામતી ખાતર આવા મુસાફરોને આઇડન્ટીફાઇ કરીને હોમ કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.તાજેતરમાં હાઇરીસ્કી એવા ટર્કીથી મોરબી આવેલ મુસાફરને હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.
 
કોરોના મહામારી સામે ઝઝુમીને દેશવાસીઓ તેમજ ભારત સરકાર હજુ પરવી ન હતી ત્યાં જ દુનીયાના અન્ય દેશોમાં કોરોનાના નવા વેરીયન્ટ એવા ઓમીક્રોન વેરીએન્ટે માથુ ઉંચકતા ભારત સહીત વિશ્વના તમામ દેશો પુન: એકશન મોડમાં આવી ગયા છે. ભારત-ગુજરાતમાં પણ નવા વેરીએન્ટના કેસો નોંધી રહ્યા છે માટે સલામતીના ભાગરૂપે આગમચેતી દાખવીને મોરબીનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. તાજેતરમાં ટર્કીથી મોરબી આવેલ નાગરિકને હાલ હોમ કોરોનટાઈન કરાયા છે તેવી વિભાગમાંથી માહીતી સાંપડી રહી છે.

વધુમાં મોરબી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહીતી પ્રમાણે ટર્કીથી એક નાગરિક મોરબી આવેલ હોય અને ટર્કી દેશ હાઈરિસ્કી દેશોની યાદીમાં સામેલ હોવાથી હાલ મોરબી આવેલ મુસાફરને હોમ કોરોનટાઈન કરવામાં આવેલ છે અને સરકારના નિયમ અનુસાર છ દિવસ બાદ રીપોર્ટ કરવામાં આવશે.જોકે હાલ મોરબી જીલ્લો કોરોના મુક્ત છે અને એકપણ એક્ટીવ કેસ નથી. 


 






Latest News