મોરબીવાસીઓની સલામતી માટે ટર્કીથી આવેલ વ્યક્તિ કરાયા હોમ કોરેન્ટાઈન
મોરબીના બેલા (રંગપર) ગામે ખનીજચોરી બંધ ન થાય તો જનતા રેડની સરપંચની ચિમકી
SHARE
મોરબીના બેલા (રંગપર) ગામે ખનીજચોરી બંધ ન થાય તો જનતા રેડની સરપંચની ચિમકી
મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામે ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી કરનારાઓ સામે સરપંચે ખનીજ વિભાગમાં લેખીત ફરીયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા અન્યથા જનતા રેડ કરીશુ તેવી ચિમકી ઉચ્ચારેલ હોય ખનીજમાફીયાઓ અને તેની સાથે મિલિભગત કરીને સરકારી ચોપડે કામગીરી કર્યાની "રંગોળી" ચિતરીને ઉપરી અધીકારીઓને પણ "મામુ" બનાવતા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મોરબીના બેલા (રંગપર) ગામે ગ્રામ પંચાયતની સરકારી ખરાબાની જમીનમાં ખનીજચોરો દ્વારા બેરોકટોક ખનીજ વિભાગ કે પોલીસ વિભાગના ભય વિના ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેને તાત્કાલિકના ધોરણે બંધ કરાવવા અને ખબીજચોરી કરતાં ખનીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બેલા ગામના સરપંચ સુરેશભાઇ રૂગનાથભાઇએ માંગ કરેલ છે. ખનીજ ચોરી બેલા ગામથી ખોખરા હનુમાન રોડ ઉપર જીઈબીની બાજુમાં ઘણા કેટલાક સમયથી ચાલુ છે.તેમ જણાવીને જો આ લેખીત ફરિયાદને આધારે તાત્કાલિકના ધોરણે ખનીજવિભાગ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતાને સાથે રાખી જે સ્થળઓએ ખનીજચોરો દ્રારા ખનીજચોરી કરવામાં આવી રહી છે ત્યાં જનતા રેડ કરવામાં આવશે. તે દરમિયાન જે કાંઇ બનાવ બને તેની તમામે પ્રકારની જવાબદારી સંલગ્ન ખાતાના લાગતાં વળગતા અધિકારીની રહેશે.
વધુમાં સરપંચે કરેલી રજુઆતમાં તેઓ દ્રારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ બેલાથી ઘુંટુ જતા રસ્તે પણ ભારે મોટી માત્રામાં ખનીજ ચોરી કરવામાં આવી છે અને તે અંગે પણ જે તે સમયે મામલતદારમાં રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ આજદિન સુધી આ તમામ ચોરીઓ ચાલુ છે..! અને તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના પગલાં ન લેવામાં આવતાં હોય સરકારને ભારે મોટી રેવન્યુ ખોટ સહન કરવી પડી રહી છે.મોરબી જિલ્લામાં માત્ર બેલા જ નહીં અન્ય જગ્યાઓએ પણ ભારે મોટી માત્રામાં ખનીજચોરી થઈ રહી છે માટે ગાંધીનગર કક્ષાએથી ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવે અને ખનીજ ચોરી કરતા ઈસમોને ઝેર કરવામાં આવે તે જરૂરી બન્યું છે.









