મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર નજીક વાડીના રૂમમાં જુગાર રમતા 8 શખ્સો 3.81 લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE













વાંકાનેરના ડુસર નજીક વાડીના રૂમમાં જુગાર રમતા 8 શખ્સો 3.81 લાખના મુદામાલ સાથે ઝડપાયા

વાંકાનેરના ડુસર ગામની સીમમાં સરકારી નર્સરીની પાછળના ભાગમાં આવેલ વાડીના રૂમમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વાડીના માલિક સહિત કુલ આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 97,020 રૂપિયાની રોકડ તથા 8 મોબાઇલ ફોન અને 4 વાહન મળીને કુલ 3,81,020 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વરડુસર ગામની ખડીયા નામની સીમમાં સરકારી નર્સની પાછળના ભાગમાં નાથાભાઈ ડોડીયાની વાડીની રૂમની અંદર જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વાડીના માલિક નાથાભાઈ લખમણભાઇ ડોડીયા (61) રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી સંત કબીર રોડ રાજકોટ તથા મીરભાઈ ગોવિંદભાઈ ડાભી (47) રહે. વડુસર, સનાભાઇ નરસીભાઈ ઝેઝરીયા (48) રહે ચુંપણી, નાજાભાઇ છેલાભાઈ ડાભી (42) રહે. વડુસર, સુરેશભાઈ અરજણભાઈ ડાભી (49) રહે. વરડુસર, ભીમાભાઇ ગોવિંદભાઈ ઓળકીયા (50) રહે. ચૂંણી, સંજયભાઈ બીજલભાઇ ફીસડીયા (26) રહે. વરડુસર અને દિગ્વિજયસિંહ નટુભા પરમાર (39) રહે. ચુંપણી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 97,020 ની રોકડ કબજે કરી હતી તે ઉપરાંત 24,000 રૂપિયાની કિંમતના 8 મોબાઇલ ફોન અને 2.60 લાખની કિંમતના 4 વાહન આમ કુલ મળીને 3,81,020 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News