વાંકાનેરના વરડુસર નજીક વાડીના રૂમમાં જુગાર રમતા 8 શખ્સો 3.81 લાખના મુદામાલ સાથે ઝડપાયા
મોરબીમાં દારૂના ગુનામાં નામ ખોલનારા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે ફરિયાદ
SHARE







મોરબીમાં દારૂના ગુનામાં નામ ખોલનારા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે ફરિયાદ
મોરબીમાં ઈદ મસ્જિદ પાછળ વિસ્તારમાં રહેતા યુવાને ઇંગ્લિશ દારૂના ગુનામાં નામ ખોલ્યું હતું જે બાબતનો ખાર રાખીને સામેવાળાએ મોરબીના ખાટકીવાસ ચોકમાં યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને છાતીના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને ગાળો આપી હતી તેમજ તેની સાથે રહેલા શખ્સે યુવાનને પાટુ મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ઈદ મસ્જિદ પાછળ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ કાદરભાઈ ભટ્ટી (22)એ હાલમાં મોહીનભાઈ ગુલાબભાઈ મોવર અને જાવેદ રમજાનભાઈ મોવર રહે. બંને વીસીપરા મદીના મસ્જિદ પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ અગાઉ ઇંગ્લિશ દારૂના ગુનામાં આરોપી મોઈન મોવરનું નામ ખોલેલ હતું જે બાબતનો ખાર રાખીને મોઈન મોવરે મોરબીના ખાટીવાસ ચોક પાસે ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને છાતીમાં છરીનો એક ઘા માર્યો હતો અને ગાળો આપી હતી જ્યારે જાવેદ મોવરે તેને પાટુ વડે મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી બંને આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
