મોરબીમાં સત્યમ પાન વાળી શેરીમાં જુદીજુદી બે ઓફિસમાં દારૂની રેડ: 6 ગુના નોંધાયા !
મોરબીના વીરપરડા ગામે જુગાર રમતા 4 શખ્સ 10,400 ની રોકડ સાથે પકડાયા
SHARE







મોરબીના વીરપરડા ગામે જુગાર રમતા 4 શખ્સ 10,400 ની રોકડ સાથે પકડાયા
મોરબીના વીરપરડા ગામે બાવળની કાંટમાં વોંકળા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 4 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 10,400 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વીરપરડા ગામની સીમમાં વોંકળાના કાંઠે બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલ્તાફભાઈ તૈયબભાઈ સુમરા (25), ઇરફાનભાઇ હનીફભાઇ સુમરા (35), ઇરફાનભાઇ સલેમાનભાઈ સુમરા (35) અને ઈસ્માઈલભાઈ ઉંમરભાઈ સુમરા (53) રહે. બધા વીરપરડા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,400 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં મહાદેવના મંદિરની પાછળની શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભાવેશભાઈ પ્રેમજીભાઈ સીતાપરા (53) રહે. અવધ સોસાયટી સામે સનાળા રોડ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 1140 રૂપિયાની રોકડા સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
