મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ ગામે વાડીના સેઢા પાસે જુગાર રમતા 3 પકડાયા: મોરબી નજીકથી દારૂની બે બોટલ સાથે એક પકડાયો


SHARE







હળવદના સુંદરગઢ ગામે વાડીના સેઢા પાસે જુગાર રમતા 3 પકડાયા: મોરબી નજીકથી દારૂની બે બોટલ સાથે એક પકડાયો

હળવદના સુંદરગઢ ગામની સીમમાં વાડીના સેઢા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 15,300 ની રોકડ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સુંદરગઢ ગામની સીમમાં મેરૂપરથી સુંદરગઢ જવાના રસ્તા ઉપર ઘનશ્યામભાઈની વાડીના શેઢા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નટવરભાઈ અમરશીભાઈ નારણીયા (55) રહે. મેરૂપર, ભરતભાઈ હરજીવનભાઈ ભાડજા (42) રહે, મેરૂપર અને હરેશભાઈ રતિલાલ મોટકા (40) રહે. ચંદ્ર પાર્ક સોસાયટી સરા રોડ હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 15,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી તાલુકાના ભડિયાદ કાંટા પાસે રામાપીરના ઢોરા નજીકથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2600 ની કિંમતની દારૂની બોટલ સાથે ચિરાગભાઈ પ્રવીણભાઈ ઉર્ફે પ્રભુભાઈ કાવર (34) રહે. વેલોજા રંગપર ગામની સીમ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હિતેશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઈ મુંધવા રહે. મોરબી વાળાનું નામ સામે આવતા બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા રોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News