હળવદના સુંદરગઢ ગામે વાડીના સેઢા પાસે જુગાર રમતા 3 પકડાયા: મોરબી નજીકથી દારૂની બે બોટલ સાથે એક પકડાયો
ભારે કરી: માળીયા (મી)ની તરઘરી ગ્રામ પંચાયતમાં અનુ.જાતિના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલ ન્યાય સમિતિના અધ્યક્ષને ચાર શખ્સોએ આપી ધમકી
SHARE







ભારે કરી: માળીયા (મી)ની તરઘરી ગ્રામ પંચાયતમાં અનુ.જાતિના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલ ન્યાય સમિતિના અધ્યક્ષને ચાર શખ્સોએ આપી ધમકી
માળીયા (મી)ની તરઘરી ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ મહિલા ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાનની જમીન બાબતે રજૂઆત કરવા માટે ગ્રામ પંચાયતમાં ગયા હતા ત્યારે ગામમાં જ રહેતા ચાર શખ્સો દ્વારા મહિલાને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી નાખશું, ગામમાં ઘર ખાલી કરાવી નાખશું તથા ગામમાં રહેવા નહીં દઈએ તેવી ધમકીઓ આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના તરઘરી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા રશ્મિકાબેન બીપીનભાઈ પરમાર (36)એ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવેશભાઈ ખીમજીભાઇ સુવારીયા, પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા, બળવંતભાઈ ભીખાભાઈ કુકરવાડિયા અને ઘેલાભાઈ કચરાભાઈ સુવારીયા રહે. બધા તરઘરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, તે તરઘરી ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ હોય તેઓના ગામમાં અનુસૂચિત જાતિના પ્રશ્નો જેમાં ખાસ કરીને અનુસૂચિત જાતિના સ્મશાનની જમીન બાબતે રજૂઆત કરવા માટે થઈને ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા ત્યારે ચારેય આરોપીઓએ ગ્રામ પંચાયત કચેરીમાં આવીને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેઓને ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી નાખશું, ગામમાં ઘર ખાલી કરાવી નાખશું તથા ગામમાં રહેવા નહીં દઈએ તેવી ધાક ધમકીઓ આપી હતી જેથી ભોગ બનેલ મહિલા આગેવાન પોલીસ ફરિયાદ કરવા માટે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગયા હતા ત્યારે સ્થાનિક પોલીસે ફરિયાદ નહીં લેતા આ અંગે એસપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે બાદ માળીયા તાલુકા પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ લીધી હતી અને હાલમાં ચાર શખ્સોની સામે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
