મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ શરદોત્સવ યોજાયો: ડિસ્ટ્રિક્ટ જજ સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા
મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનને કર્યો આપઘાત: વાંકાનેરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
SHARE







મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનને કર્યો આપઘાત: વાંકાનેરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ચતુરભાઈ જીવરાજભાઈ ચાવડા (33) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એચ.પરમાર ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે
હાર્ટ એટેકથી મોત
મૂળ વાંકાનેર તાલુકાના કેરાળા ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેરના વડીયા વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ છગનભાઈ ગોલતર (65) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગામી કાર્યવાહી હાથ ધરી છે
