મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી તરૂણનું મોત: કાલિકાનગર પાસે કારખાનામાં ટીસીને અડી જવાથી શોર્ટ લગતા બાળકનું મોત


SHARE







મોરબીના બેલા પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી તરૂણનું મોત: કાલિકાનગર પાસે કારખાનામાં ટીસીને અડી જવાથી શોર્ટ લગતા બાળકનું મોત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખેત તલાવડીના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાથી તરૂણનું મોત નીપજયું હતું જયારે કાલિકાનગર પાસે તુલસી મિનરલ્સ નામના કારખાનામાં રમતા રમતા ટીસીને અડી જવાથી ઇલેક્ટ્રીક શોટ લાગતાં ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું છે.

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પરિશ્રમ કારખાનામાં રહેતા રાહુલ રવિન્દ્ર ભારતી (17) નામનો તરુણ કારખાના નજીક આવેલ ખેત તલાવડીના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને અખિલેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે જયારે મોરબીના લખધીરપુર રોડ ઉપર કાલિકાનગર પાસે આવેલ તુલસી મિનરલ્સ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ પોલનો ત્રણ વર્ષનો દીકરો ભુપેન્દ્ર કારખાનામાં રમતો હતો દરમિયાન રમતા રમતા તે ટીસીને અડી જતા તે બાળકને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતક બાળકના મૃતદેને તેના પિતા મોરબીની સરકારી ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News