મોરબીના જાંબુડીયા પાસે કારખાનામાં માટીમાં દબાઈ જવાથી યુવાનનું મોત
SHARE







મોરબીના જાંબુડીયા પાસે કારખાનામાં માટીમાં દબાઈ જવાથી યુવાનનું મોત
મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં માટીનો ટ્રક ખાલી કરાવતા સમયે માટીમાં દબાઈ જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના જાંબુડીયા ગામ પાસે આવેલ ફેબુલા સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મનસુખભાઈ બચુભાઈ સીતાપરા (41) કારખાનામાં આવેલ માટીનો ટ્રક ખાલી કરાવતા હતા તે સમયે માટીમાં દબાઈ જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પોપટભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે
