તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૦૬ વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ


SHARE











મોરબી જિલ્લાના ૧૦૬ વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારો પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ- ૧ અને ૨, નવલખી દરિયાઈ વિસ્તારના આઈલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા.લી.કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસીથી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીકટ કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ- મોરબી, બસ સ્ટેશન- મોરબી, રેલ્વે સ્ટેશન- મોરબી, સિવિલ હોસ્પિટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈન્ટ, જિલ્લામાં આવેલ તમામ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ- ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ- ૧ અને ૨, બંગાવડી ડેમના ૧૦૦ મીટરના વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વહીવટી તંત્ર કે કોઈ વ્યક્તિ/સંસ્થાને આવશ્યક કારણોસર Drone/UAV નો ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો સરકારશ્રીના Directorate General of Civil Avition ના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી Digital Sky Platform પર નિયમો અનુસાર જરૂરી વિગતો સાથે અરજી કરી The Drone Rules 2021 ની જોગવાઈ મુજબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી ની પૂર્વ પરવાનગી મેળવી લેવાની રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૩૦/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.






Latest News