મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી: થાનના લાખામાચી ગામના યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબી: થાનના લાખામાચી ગામના યુવાનનું સારવાર દરમ્યાન મોત

સુરેન્દ્રનગરના થાન તાલુકાના લાખામાચી ગામનો દિનેશભાઈ ભુપતભાઈ ડાભી નામનો 30 વર્ષનો યુવાન ગત તા.30/9ના રોજ ઝેરી દવા પી ગયેલ હોય સારવાર માટે મોરબી મંગલમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમ્યાન તા.3-10ના બપોરે એકાદ વાગ્યે દિનેશભાઈ ડાભીનું મોત નિપજતા એ ડીવીઝન પોલીસે પ્રાથમીક તપાસ કરી બનાવ અંગે થાન પોલીસને જાણ કરી હતી.

જયારે મોરબી-કંડલા બાયપાસ ઉપર ફીનાઈલ પી લેતા આસીફ દિલાવર સોલંકી (29) રહે. 3 લાતી પ્લોટને સારવારમાં ખસેડાતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. તેમજ હળવદના મીંયાણી અને અમરાપર ગામની વચ્ચે બાઈક સ્લીપ થઈ જતા હેમીબેન પ્રાગજીભાઈ દેવીપુજક (47)ને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
 કચ્છના પડાણા પાસે આવેલ ખારી આકરી ગામનો રમેશ મેરાભાઈ ભરવાડ નામનો 23 વર્ષનો યુવાન બાઈકમાંથી પડી જતા સારવારમાં મોરબી લવાયો હતો. તેમજ ટંકારાના વીરપર ગામે સાયકલમાંથી પડી જતા દિશાંત વિશાલભાઈ લીખીયા નામના સાત વર્ષના બાળકને સારવારમાં અત્રેની સાગર હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારી
 મોરબી પાડાપુર નીચે થયેલ મારામારીમાં ઈજા થતા પ્રકાશ હંસરાજ વીકાણી (38) રહે. લીલાપરને સારવાર માટે ખસેડાયો હતો. જયારે રાપર પાસે જેકવાયર નામના યુનીટમાં એસીડ વડે દાઝી જતા રાજીવકુમાર રાજદા (18)ને સારવાર માટે લવાયો હતો. માળીયા મીં.માં આવેલ ધારા કંપની પાસે ગેસ લીકેજ થતા અસર થતા રાજેશ ગોલુભાઈ ડામોર રહે. કંડલા નામના છ વર્ષના બાળકને સારવાર માટે ખસેડાયો હતો.

સારવારમાં
 મોરબીના ગાળા ગામે સીમમાં સંપમાં નાંખવાની ગોળીની અસર થતા રાજેશ ગોલુભાઈ ડામોર (6), ખીમરાજ પુનાભાઈ વાસ્કેટ (30) કમલેશ પ્રેમજી બારૈયા (22) સારાબેન કીમરાજ વાસ્કેલ, વંસીકા સુનીલ ડામોર (1) તથા જયંતિ સુનીલ ડામોર (4)ને અત્રેની સિવીલે સારવારમાં લવાયા હતા. જયારે લખધીરપુર રોડે સીરામીક યુનીટમાં કવાટરમાં દવા પી જતા નંદીતા સાહુ સત્યાબ્રાતા બારીક (23)ને સારવારમાં ખસેડાઈ હતી.

યુવાન સારવારમાં
 રવાપર રોડ નીલકંઠ સ્કુલ પાસે બાઈક સ્લીપ થતા પાર્થ અમૃતલાલ ઠોરીયા (36)ને અત્રેની ઓમ ઓર્થો. હોસ્પીટલે સારવારમાં ખસેડાયો હતો. જયારે શનાળા પાસેના સીટી મોલ નજીક બાઈકમાંથી પડી જતા ઘેલાભાઈ ટપુભાઈ ગમારા (52) રહે. ધુળકોટને સારવારમાં ખસેડાયા હતા. તો છાત્રાલય રોડથી નવયુગ સ્કુલ જતા રસ્તે બાઈકમાંથી પડી જતા અનીલ ગણેશભાઈ પરમાર (24) સારવાર માટે ખસેડાયો હતો.

વાંકાનેર હાઈવે દરીયાલાલ હોટલ સામે બાઈક સ્લીપ થઈ જતા ભવ્ય મહેશભાઈ પડસુંબીયા (18) રહે. નાની વાવડી અને મહેન્દ્રનગર ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા થતા ત્યાં જ રહેતા જલાભાઈ ભલાભાઈ ભાટી નામના 35 વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો

 




Latest News