વાંકાનેરમાં યુવા સશક્તિકરણ અંગે સાંસદની હાજરીમાં વ્યાખ્યાન મંથન યોજાયું
SHARE







વાંકાનેરમાં યુવા સશક્તિકરણ અંગે સાંસદની હાજરીમાં વ્યાખ્યાન મંથન યોજાયું
મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે યુવા સશક્તિકરણ અંતર્ગત વ્યાખ્યાન મંથન યોજવામાં આવ્યું હતું જેમાં આશરે ૧ હજાર જેટલા યુવાઓ જોડાયા હતા. મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દ્વારા વાંકાનેર ખાતે શ્રી એચ.એન.દોશી આર્ટસ અને આર.એન. દોશી કોમર્સ કોલેજ વાંકાનેર ખાતે યુવા સશક્તિકરણ અંતર્ગત યોજાયેલા વ્યાખ્યાન મંથનમાં કેશરીદેવસિંહ ઝાલાએ યુવાઓ સાથે યુવાનોને સશક્ત કરવા માટે અમલી વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, વાંકાનેર ચીફ ઓફિસર ગિરીશ શેરૈયા, દોશી કોલેજના આચાર્ય, વક્તા ડો. મયુર જાની તેમજ કોલેજનો સમગ્ર સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
