મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12 હજારની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ


SHARE













મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12 હજારની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના સનાળા રોડ પર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી નવા બસ સ્ટેશન સુધી વૃદ્ધ સીએનજી રીક્ષામાં બેઠા હતા તેવામાં રિક્ષામાં પેસેંજરની જેમ બેઠેલા બે શખ્સોમાંથી કોઈએ નજર ચૂકવીને વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12,000 ની ચોરી કરી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતો જેના આધારે પોલીસે બે આરોપીને પકડીને તેની પાસેથી રોકડા રૂપિયા 12 હજાર રૂપિયા તેમજ રિક્ષા સહિત કુલ મળીને 82 હજારનો મુદામાલ કબ્જે કરેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે કેનાલ નજીક ઝૂંપડામાં રહેતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (60)એ સીએનજી રીક્ષાના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી નવા બસ સ્ટેશન સુધી તેઓ સીએનજી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે રિક્ષામાં બે વ્યક્તિઓ પેસેન્જરની જેમ બેઠેલા હતા અને તે બે પૈકી કોઈએ ફરિયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના કિસ્સામાંથી રોકડા 12,000 ની ચોરી કરી લીધી હતી. જેથી વૃદ્ધ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

તેવામાં એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબીમાં મંગલ ભુવન રોડ ઉપરથી વોચ રાખવામા આવી હતી ત્યારે રીક્ષા નંબર જીજે 3 સિટી 0220 વાળીમાં બે શખ્સો બેઠેલા હતા જે બંને પૂછપરછ કરવામાં આવતા ઉમીયા સર્કલ પાસેથી એક વૃદ્ધને રિક્ષામાં બેસાડીને તેના ખિસ્સામાંથી 12 હજાર રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી જેથી પોલીસે આરોપી નિર્મળ ધીરૂભાઇ ઉઘરેજીયા રહે. ભગવતીપરા શેરી નંબર-9 રાજકોટ અને સોહીલ ઉર્ફે ભોલો હારૂન ઉર્ફે હકાભાઇ પરમાર રહે. ભગવતીપરા શેરી નંબર-3 રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 12 હજારની રોકડ તેમજ રિક્ષા મળીને 82 હજારનો મુદામાલ કબ્જે કરેલ છે અને આ ગુનામાં આરોપી અમીત ઉર્ફે બુચો રાજુભાઇ ડોડીયા રહે. ભગવતી પરા બાપાસીતારામ મંદિર પાસે શેરી નંબર-3 રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News