મોરબી: પ્રેમિકા સાથે ફોન ઉપર વાત કરતાં સમયે મનદુખ થતાં યુવાને અનંતની વાટ પકડી
SHARE







મોરબી: પ્રેમિકા સાથે ફોન ઉપર વાત કરતાં સમયે મનદુખ થતાં યુવાને અનંતની વાટ પકડી
મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલા કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ યુપીના રહેવાસી યુવાનને કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હોય તે ફોન ઉપર વાત કરતો હતો અને બંને વચ્ચે કોઈ બાબતે મનદુખ થતા યુવાનને મનોમન લાગી અવાયું હતું જેથી યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકની સાથે કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વ્યક્તિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ બી.એસ.પોલીપેક નામના કારખાનાની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતો આશિષ ધર્મપાલ પાસવાન (ઉમર ૨૫) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો.ત્યારે ત્યાં તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની અજયકુમાર શ્રીરાજકુમાર ગૌતમ (૨૭) રહે. હાલ બી.એસ. પોલિપેક કારખાનાના ક્વાર્ટરમાં ગોર ખીજડીયા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને માનસિક બીમારીની દવા ચાલુ હતી અને તે કોઈ છોકરી સાથે પ્રેમ કરતો હોય તેની સાથે ફોન ઉપર વાતચીત કરતા સમયે બંને વચ્ચે ફોનમાં કોઈ બાબતે મનદુઃખ થતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું. જેથી યુવાને પોતે પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધેલ છે અને આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
બાળકનું મોત
મોરબીના બેલા (રંગપર) ગામની સીમ વિસ્તારમાં ખેત મજૂરી કરતા કાજુભાઈ મોહનિયા નામનો મજૂર યુવાન મહેશભાઈની વાડીએ કામકાજ કરતો હોય તે મહેશભાઈનું ટ્રેક્ટર નંબર જીજે ૩ ઇએ ૪૪૫૩ લઈને જતો હતો.ત્યારે તે પોતે તેના પત્ની અને તેના મરણ જનાર પુત્ર અંકિતની સાથે ટ્રેક્ટરમાં જતો હતો ત્યારે સિમ વિસ્તારમાં રોદો આવતા અંકિત રાજુભાઈ મોહનિયા નામનો ૧૩ માસનો બાળક નીચે પડી ગયો હતો અને તેની ઉપર ટ્રેક્ટરનું વ્હિલ ફરી જતા અંકિત મોહનિયા નામના ૧૩ માસના બાળકનું મોત નિપજયુ હતું.બનાવ બાદ ડેડબોડી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
