મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગેસના બટલા ભરેલ ટ્રક નશાની હાલતમાં લઈને નીકળેલા વાહન ચાલકે સર્જ્યો અકસ્માત


SHARE



































મોરબી નજીકથી ગેસના બટલા ભરેલ ટ્રક નશાની હાલતમાં લઈને નીકળેલા વાહન ચાલકે સર્જ્યો અકસ્માત

મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હોટલ સામેથી ગેસના બાટલા ભરેલ ટ્રક લઈને વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો અને તે વાહન ચાલક નશાની હાલતમાં વાહન ચલાવતો હોય અકસ્માત સર્જાયો હતો જેથી કરીને અન્ય વાહન ચાલકોએ ટ્રક ચાલકને રોકીને આ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકને પકડીને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીની આસપાસના વિસ્તારમાં ઓદ્યોગીક એકમ આવેલ હોવાના કારણે ટ્રક, ટ્રેલર, ડમ્પર જેવા  ભારે વાહનો લઈને વાહન ચાલકો નીકળતા હોય છે જેમાંથી ઘણા વાહન ચાલકો રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે વાહન ચાલતા હોય છે ત્યારે નશાની હાલતમાં વાહન ચલાવતા હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ગયું છે તેવામાં મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પણ ફર્ન હોટલની સામેના ભાગમાં નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ કટ પાસેથી ટ્રક નંબર જીજે 3 બીવી 9458 નો ચાલક પોતાના વાહનમાં ગેસના બાટલા ભરીને ટ્રક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો જેથી સ્થાનિક લોકો દ્વારા નશાની હાલતમાં ટ્રક ચલાવી રહેલા વાહન ચાલકને રોડ સાઈડમાં તેનું વાહન ઊભું રાખવામાં આવ્યું હતું અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે સ્થળ ઉપર આવી હતી અને નશાની હાલતમાં ટ્રક ચલાવતા ઓસમાણભાઈ નુરમામદભાઇ સકરીયાણી (55) રહે. રેલ નગર પેટ્રોલપંપ પાછળ ખુદીરામ ટાઉનશિપ રાજકોટ વાળાને પકડીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.


















Latest News