મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો


SHARE



































ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો

તાજેતરમાં ગીર ફાઉન્ડેશન ઈકો ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપનું સફળ આયોજન મિતાણા તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું અને ‘Plastic Recycle Workshop for Students’ ના કાર્યક્રમમાં 150 વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધેલ હતો.

પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન– ઈકો ક્લબ દ્વારા શ્રી મિતાણા તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ ‘પ્લાસ્ટિક પુનઃઉપયોગ (Recycling the Plastic) વર્કશોપ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર અસરો વિશે જાગૃતિ લાવવાનો અને પ્લાસ્ટિકનો કચરો ફેંકી દેવાને બદલે તેના નવતર રિસાયકલ વિચારો દ્વારા પુનઃઉપયોગ કરવાની વિચારધારા વિકસાવવાનો હતો. આ તકે વિદ્યાર્થીઓએ જૂના પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવા જેવા સર્જનાત્મક પ્રયાસો પણ કર્યા હતા આ કાર્યક્રમ તાલુકા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પારઘીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સી.આર.સી કૌશિકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ નવતર પ્રયોગના કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


















Latest News