ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો
મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ
SHARE







મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ
તાજેતરમાં બોટાદના હલદડ ગામ ખાતે ખેડૂત અને પોલીસ વચ્ચે બનેલી ઘટના સમયે મહિલા પત્રકાર પોતાની ફરજના ભાગરૂપે ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમનો મોબાઈલ ઝૂંટવી લઈ અને પોલીસ સ્ટેશનને લઈ જશું તેવી ધમકીઓ પણ આપવામાં આવી હતી જેના ઘેર પડઘા પડી રહ્યા છે તેવામાં મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, લોકતાંત્રિક દેશમાં હર કોઈને પોતાનો મંતવ્ય રાખવાનો સંપૂર્ણ અધિકાર છે અને જો તે મંતવ્ય પ્રજાહિતને લગતું હોય તો તેને પ્રજા સુધી પહોંચાડવાનું સંપૂર્ણ કામ અને જવાબદારી પત્રકારોની હોય છે. જે જવાબદારીના ભાગરૂપે પત્રકારો નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે. પરંતુ પોલીસ દ્વારા યેનકેન પ્રકારે પત્રકારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે ખરેખર નિંદાનીય છે. જેથી મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા લોકતંત્રને બચાવવા આવી ઘટનાનું પુનરાવર્તન ન કરવામાં આવે તે માટે દોષિતો પોલીસની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.
