મોરબી જિલ્લાના વાંકાનેરમાં પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા: પોલીસની ધાક નામશેષ !
SHARE
મોરબી જિલ્લાના વાંકાનેરમાં પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા: પોલીસની ધાક નામશેષ !
મોરબી જીલ્લાના વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનની સાથે એક શખ્સે મારામારી કરી હતી અને ત્યારે તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી દેવામાં આવતા યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને હાલમાં આ બનાવમાં પાડોશી મહિલાની ફરિયાદ લઈને પોલીસે હત્યા કરીને નાશી ગયેલા આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વાંકાનેરમાં ગઇકાલે મોડી સાંજે ગાયત્રી મંદિર પાસે ડખ્ખો થયો હતો જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાભરમાં અનેક મર્ડર થયા છે જેમાં કોંગ્રેસ આગેવાન ફારૂકભાઈ મોટલાણી પિતા-પુત્રના મર્ડર, મમુદાઢી ડબલ મર્ડર સહિત છેલ્લા સમયગાળામાં અનેક મર્ડર થયા હોય જિલ્લાભરમાં પોલીસનો ગુનેગારોને લેશમાત્ર ભય ન હોય તેવા માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે ગઇકાલે સાંજે વધુ એક હત્યા નજીવી બાબતે વાંકાનેરમાં કરવામાં આવી છે.
જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે તા.૧૩-૧૨ ના મોડી સાંજના સમયે વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયા જાતે કોળી (ઉવ.૪૦) રહે વાંકાનેર વાળાને કિશોરભાઇ મગનભાઇ કોળી રહે વાંકાનેર મફતીયાપરા દાતાર ટેકરી વાળાએ તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાન કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયાની હત્યાના બનાવમાં હાલમાં તેના પાડોશી મહિલા ભાવનાબેન મયુરભાઇ પરબતાણી જાતે કોળી (ઉ.૨૦)ની ફરિયાદ લઈને કિશોરભાઇ મગનભાઇ કોળી સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે હાલમાં મહિલાએ જે ફરિયાદ નોંધાવી છે તેમાં તેને લખાવ્યું છે કે, કિશોરભાઇ કોળીની પત્ની સામે કેશાભાઈએ જોયું હતું જેથી પત્ની સામે કેમ જોયુ તેમ કહીને કિશોર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા જેથી તેનું મોત નીપજયું છે અને હાલમાં વાંકાનેર પોલીસ દ્વારા હત્યા કરીને નાશી ગયેલા આરોપીને પકડવા માટે કવાયત કરવામાં આવી રહી છે.