મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.! એક અંગે અપહરણની ફરીયાદ નોંધાય
મોરબીમાં મચ્છીપીઠ પાસે રહેણાક મકાનમાંથી ૨૭ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE
મોરબીમાં મચ્છીપીઠ પાસે રહેણાક મકાનમાંથી ૨૭ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ નજીક આવેલ મસ્જીદની પાછળના ભાગમાં રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરની અંદરથી જુદી-જુદી બ્રાન્ડની ૨૭ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી પોલીસે હાલમાં તેની સામે ગુનો નોંધી દારૂની બોટલો તેની પાસે ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મચ્છીપીઠ વિસ્તારની અંદર ઈદ મસ્જીદની પાછળના ભાગમાં રહેતા નિઝામ જુસબભાઇ કટીયા જાતે મીયાણા (ઉ.૨૪) ના મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૭ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે ૧૨,૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને હાલમાં નિઝામ જુસબભાઈ કટિયા રહે. મચ્છીપીઠ ઈદ મસ્જિદ પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને નાની વાવડી ગામે રહેતા મનસુખભાઇ વાલજીભાઇ ઘોડાસરા (૩૨) બે ઇજાઑ થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.