મોરબીમાં મચ્છીપીઠ પાસે રહેણાક મકાનમાંથી ૨૭ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત બાઈક રેલી-કળશ યાત્રા સહિતના કાર્યક્ર્મ યોજાયા
SHARE
મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત બાઈક રેલી-કળશ યાત્રા સહિતના કાર્યક્ર્મ યોજાયા
'ભવ્ય કાશી દિવ્ય કાશી' માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રણ લીધુ હતું કે કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરીને વિશ્વભરમાં વસતા શિવભક્તો માટે વિશાળ કોરિડોર બનાવવામાં આવશે અને ગઇકાલે કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાશી વિશ્વનાથ બાબાના આર્શીવાદ લઈને આ ભવ્ય કોરિડોર દેશને સમર્પિત કરેલ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા મોરબી ખાતે બાઈક રેલી-કળશ યાત્રા સહિતના કાર્યક્ર્મનું આયોજન કર્યું હતું અને ભાજપની ટીમ દ્રારા બાઈક રેલી રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિરથી સ્વાગત હોલ અને ત્યાથી ઉમિયા સર્કલ થઈને આ રેલીને નરસંગ ટેકરી મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને મહીલા ભાજપની ટીમ કળશયાત્રા યોજવામાં આવી હતી અને બાદમાં નવનિર્મીત કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને વડાપ્રધાનના કાર્યક્ર્મને નિહાળ્યો હતો આ તકે જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી જયુભા જાડેજા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ સંગિતાબેન ભીમાણી, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સાહિત ભાજપની ટીમ હાજર રહી હતી.