મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કોવિડમાં મૃત્યુ પામેલ વારસદારો સહાય માટે ઓનલાઇન અરજી પણ કરી શકશે


SHARE











મોરબીમાં કોવિડમાં મૃત્યુ પામેલ વારસદારો સહાય માટે ઓનલાઇન અરજી પણ કરી શકશે

મામલતદાર કચેરી ખાતે પણ રૂબરૂમાં અરજી કરી શકાશે, કોવિડ-૧૯માં મૃત્યુ પામેલ વારસદારોને ૫૦ હજારની સહાય ચૂકવવાની કામગીરીની પ્રક્રિયા વેગવંતી બની
 
રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલા મૃતકોના વારસદારોને એસ.ડી.આર.એફ. (સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ)માંથી રૂ.૫૦,૦૦૦ (પચાસ હજાર) ની સહાય મેળવવા માટે હવે ઓનલાઇન અરજી પણ કરી શકાશે. કોરોના મૃતકોના વારસદારોને સહાય ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://iora.gujarat.gov.in/cov19_login.aspx ઉપર લોગ-ઇન કરીને સંપૂર્ણ વિગતો ભરીને સબમીટ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજી ફોર્મ સબંધિત મામલતદાર કચેરી ખાતે પણ રૂબરૂ અરજી કરી શકાશે. વધુ માહિતી માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે.
 
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મહાકેમ્પ
 
મોરબી મુખ્ય પોસ્ટઓફિસમાં આવતીકાલે તા. ૧૫-૧૨ ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મહાકેમ્પ રાખવામાં આવેલ છે આ યોજનામાં ખાતું ખોલવા માટે કન્યા ૦ થી ૧૦ વર્ષ સુધી હોવી જોઈએ આ ખાતું ખોલવા માટે દિકરીનો જન્મ તારીખનો દાખલો તેમજ તેમના વાલીનો આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે ઉપસ્થિત રહેવાથી તેમનું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ ખોલી આપવામાં આવશે અને સ્થળ ઉપર જ કેમ્પમાં ફોર્મ ભરી આપવામાં આવશે આ માટે વધુ વિશેષ જાણકારી માટે  પ્રશાંતભાઈ પાટીલ મોરબી મુખ્ય પોસ્ટઓફિસે સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવેલ છે તેમનો મોબાઈલ નંબર ૯૪૨૬૪ ૦૫૫૯૯ છે અને તેમનો સમય સવારના નવથી સાંજના પાંચ સુધી રહેશે તો વ્યાપક પ્રમાણમાં મોરબી શહેર શહેરીજનોએ આ કેમ્પનો લાભ લઇ કન્યાનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ કેમ્પનું સ્થળ મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ પરાબજાર મોરબી ખાતે હાજર રહેવુ.





Latest News