મોરબીમાં કોવિડમાં મૃત્યુ પામેલ વારસદારો સહાય માટે ઓનલાઇન અરજી પણ કરી શકશે
મોરબી : અદના આદમીની અડીખમ બેંક રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકને બે એવોર્ડ એનાયત
SHARE
મોરબી : અદના આદમીની અડીખમ બેંક રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકને બે એવોર્ડ એનાયત
શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંક લી.ને સમગ્ર દેશમા નમુનેદાર કામગીરી બદલ રાષ્ટ્રીય લેવલની ગણાતી સંસ્થા "બેન્કિંગ ફ્રન્ટિયર" તરફથી સમગ્ર દેશ લેવલે ધી બેસ્ટ કો-ઓપરેટિવ બેંક તેમજ ધી બેસ્ટ ડિજિટલ બેંક એમ બે એવોર્ડ ગોવા ખાતે એનાયત કરવામાં આવેલ છે.એવોર્ડ સેરેમની અને કો.-ઓપ. સમિટમાં ભાગ લઇને બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, એમડી ઘનશ્યામભાઈ ખાટરીયા, ડિરેકટર વિરભદ્રસિંહ જાડેજા, દલસુખભાઈ બોડા, બેંકના સીઇઓ વી.એમ.સખીયા તથા એડમીન મેનેજર એચ.ડી.તળપદાએ સંયુક્તપણે બંને એવોર્ડ સ્વીકાર્યા હતા.આ સિધ્ધી બદલ જીલ્લા બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટરો, જનરલ મેનેજર, બેંક અને મંડળીના તમામ કર્મચારીઓ તેમજ ખેડુત સભાસદો અને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના તમામ સહકારી પરિવારને બેંકના ચેરમેન અને યુવા કિસાન નેતા તેમજ પુર્વ રાજય મંત્રી જયેશભાઇ રાદડીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ તાજેતરમાં જ રાજકોટ જીલ્લા સહકારી સંઘમા ચેરમેન તરીકે પ્રવિણભાઈ રૈયાણીની, વાઈસ ચેરમેન પદે મગનભાઈ વડાવિયાની, માનદ્ મંત્રી તરીકે અરવિંદભાઈ તાગડિયાની પુનઃ બિન હરિફ વરણીઓ થવા બદલ પણ પુર્વ મંત્રી અને ખેડુત આગેનાન જયેશભૈઇ રાદડીયાએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.